પરમાણુ શક્તિમાં વૃદ્ધિ કરવા માટે ઉત્તર કોરિયાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
Live TV
-
ઉત્તર કોરિયાની સંસદે બે દિવસની બેઠક પછી ઉત્તર કોરિયાના સંવિધાનમાં આ કાયદો ઉમેર્યો છે.
ઉત્તર કોરિયાએ પરમાણુ શક્તિમાં વૃદ્ધિ કરવા માટે અને તેને વિસ્તારિત કરવા માટે સંવિધાનમાં સંશોધન કર્યું છે. ઉત્તર કોરિયાની સંસદે બે દિવસની બેઠક પછી ઉત્તર કોરિયાના સંવિધાનમાં આ કાયદો ઉમેર્યો છે. ઉત્તર કોરિયાની સુપ્રીમ પીપલ્સ એસેમ્બલી દ્વારા નિર્ણય પસાર કરવામાં આવ્યો. નેતા કિમ જોંગે સંબોધન કરતા આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. જેમાં રાષ્ટ્રીય રક્ષા ક્ષમતાઓમાં વૃદ્ધિ કરવા અને રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ઉત્તર કોરિયાએ આ નિર્ણયની પુષ્ટી કરતા જણાવ્યું છે કે, આ પરમાણુ નીતિ કાયમી છે.
