પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં 59ના મોત
Live TV
-
પાકિસ્તાનના પેશાવર શહેરના પોલીસ લાઇન વિસ્તારમાં આવેલી મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 59 થઇ ગઇ છે. ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે. લોકો નમાજ માટે મસ્જિદમાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થયો ત્યારે મસ્જિદમાં લગભગ 400 લોકો હતા. વિસ્ફોટને કારણે મસ્જિદનો એક ભાગ તુટી ગયો હતો. પાકિસ્તાનના આતંકવાદી જૂથ તહરિક- એ-તાલિબાનને આ હુમલા માટે જવાબદાર માનવામાં આવે છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાજ શરીફે આતંકવાદી હુમલાની આલોચના કરીને પીડિતોને સારવાર આપવા સુચના આપી હતી. તેમણે હુમલામાં ભાગ લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ સુચના આપી હતી.
