પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને તોશાખાના કેસમાં કોર્ટે 3 વર્ષ જેલની સજા ફટકારી
Live TV
-
પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તોશાખાના કેસમાં કોર્ટે દોષી જાહેર કરતા 3 વર્ષ જેલની સજા ફટકારી છે. સાજે જ કોર્ટે, 5 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, કોર્ટે ઈમરાન ખાનને એક લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
હાલના અહેવાલો મુજબ પોલીસે ઇમરાન ખાનના ઝમાન પાર્ક સ્થિત નિવાસસ્થાને પહોંચી તેમની નિવાસસ્થાનેથી ધરપકડ કરી હોવાના સમાચાર છે.
તોશાખાનાએ પાકિસ્તાનમાં એક સરકારી વિભાગ છે, જેમાં અન્ય સરકારોના પ્રમુખો, વિદેશી મહાનુભાવો દ્વારા રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સાંસદો, અમલદારો અને અધિકારીઓને આપવામાં આવતી ભેટોનો સંગ્રહ કરવામાં આવે છે. આ સમગ્ર મામલામાં વડાપ્રધાન તરીકે ઈમરાન ખાન પર આરોપ હતો કે તેણે તોશાખાનામાં રાખવામાં આવેલી ભેટને ઓછી કિંમતે ખરીદી અને પછી નફો કમાવવા માટે તેને વેચી દીધી હતી.
વર્ષ 2018માં, ઈમરાન ખાનને દેશના વડાપ્રધાન તરીકે યુરોપ અને ખાસ કરીને આરબ દેશોની મુલાકાત દરમિયાન ઘણી કિંમતી ભેટ મળી હતી. ઈમરાન દ્વારા ઘણી ભેટ જાહેર કરવામાં આવી ન હતી, જ્યારે ઘણી ગિફ્ટ ઓરિજિનલ કરતાં ઘણી ઓછી કિંમતે ખરીદવામાં આવી હતી અને બહાર જઈને ઊંચા ભાવે વેચાઈ હતી. પૂર્વ વડાપ્રધાને ચૂંટણી પંચને કહ્યું હતું કે, આ ભેટો રાજ્યની તિજોરીમાંથી 2.15 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી અને તેને વેચીને તેમને લગભગ 5.8 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. ભેટોમાં અન્ય ભેટોમાં એક ગ્રાફ ઘડિયાળ, કફલિંકની જોડી, એક મોંઘી પેન, એક વીંટી અને ચાર રોલેક્સ ઘડિયાળોનો સમાવેશ થાય છે.
