પાકિસ્તાનની સ્વાત ખીણમાં થયેલા બે બ્લાસ્ટમાં 13ના મોત, 50 લોકો ઘાયલ થયા
Live TV
-
પાકિસ્તાનમાં સ્વાત જિલ્લામાં એક પોલીસ સ્ટેશનમાં થયેલા બે વિસ્ફોટોમાં 13 લોકોના મોત થયા છે અને 50 લોકો ઘાયલ થયા છે. પ્રાંતીય પોલીસ વડા અખ્તર હયાતે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ સ્વાત ખીણમાં આતંકવાદ વિરોધી કાર્યાલય કમ્પાઉન્ડમાં દારૂગોળો ડેપોમાં વિસ્ફોટ થયા હતા. આ જગ્યા પહેલા ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા નિયંત્રિત હતી પરંતુ બાદમાં 2009માં સૈન્ય કાર્યવાહી દરમિયાન તેમને ભગાડી દેવામાં આવ્યા હતા. પ્રવક્તાએ જણાવ્યું કે આગ કમ્પાઉન્ડમાં દારૂગોળાના ડેપોમાં લાગી હતી. આ ઘટનામાં કોઈ બાહ્ય હુમલાના હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી.
