ઈન્ડોનેશિયામાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર કરાઇ
Live TV
-
ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના પશ્ચિમમાં આજે 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ઈન્ડોનેશિયાના હવામાન વિભાગે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની નીચે 84 કિલોમીટર માપવામાં આવ્યું છે. ભૂકંપના કારણે લગભગ બે કલાક સુધી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. સત્તાવાળાઓએ અસરગ્રસ્ત વિસ્તારના રહેવાસીઓને તાત્કાલિક દરિયાકાંઠેથી દૂર ખસી જવા સૂચના આપી છે. ઇન્ડોનેશિયાના આપત્તિ વિભાગના જણાવ્યા અનુસાર, અધિકારીઓ સુમાત્રાના પશ્ચિમ કિનારે ભૂકંપના કેન્દ્રની નજીકના ટાપુઓમાંથી ડેટા એકત્રિત કરી રહ્યા છે.
