પાકિસ્તાનમાં પૂરનો કહેર યથાવત
Live TV
-
પાડોશી દેશ પાકિસ્તાનમાં પહેલા રાષ્ટ્રીય કટોકટી, પછી આર્થિક સંકટ અને હવે પૂરનો સામનો કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનમાં પૂરે ભારે તારાજી સર્જી છે.ભારે વરસાદ અને પૂરના કારણે 1 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.આ કુદરતી આફતથી 3 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. તેમજ 10 લાખથી વધુ ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે.આ તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે ‘ઇમરજન્સી’ લાગુ કરી છે. આ સાથે દેશના 101 જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવી ગયા છે. તો સરકાર દ્વારા 72 જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરાયા.સૌથી વધુ સિંધ, કરાંચી, પંજાબ,ખૈબર પખ્તુનવા અને બલુચિસ્તાન પ્રાંતમાં પૂરની અસર થઈ છે.
