Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનમાં પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ધરપકડ બાદ રસ્તા પર આવ્યા હજારો સમર્થકો

Live TV

X
  • પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં તોફાનો શરૂ થઈ ગયા છે. મંગળવારે પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીએ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ઈમરાન ખાનની ધરપકડ કરી હતી. આ પછી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના કાર્યકર્તાઓ આનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. દરેક જગ્યાએ આગચંપી અને તોડફોડ શરૂ થઈ ગઈ. સમર્થકોએ સેનાની મહત્વપૂર્ણ ઇમારતો પર હુમલો કર્યો, આગ લગાડી અને લૂંટફાટ કરી. આ સાથે જ ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની ધરપકડને યોગ્ય ઠેરવી છે. પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ઈમરાન ખાનની ધરપકડ કરાતા રાજકીય માહોલ ગરમાયો છે. સૂત્રો મુજબ ઇમરાન ખાનની ઇલ-કાદિર ટ્રસ્ટને લગતા એક કેસ અંતર્ગત ધરપકડ થઈ હોવાનું મનાય છે.

    ઈમરાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેમ છતાં ઈમરાનના સમર્થકો પાકિસ્તાને ભળકે બાળી રહ્યા છે. ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)નો આરોપ છે - ખાનને મારવામાં આવી રહ્યા છે. પાર્ટીએ ઈમરાનના વકીલનો લોહીલુહાણ પડેલો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આઈજી અકબર ખાને કહ્યું કે અલ-કાદિર ટ્રસ્ટ કૌભાંડ કેસમાં ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના અખબાર 'ધ ડૉન' અનુસાર - અલ કાદિર ટ્રસ્ટ કૌભાંડ 50 અબજ રૂપિયાથી વધુનું છે અને તેનો ફાયદો માત્ર ઈમરાન અને તેની પત્ની બુશરા બીબીએ જ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply