Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનમાં શહબાજ શરીફે પ્રધાનમંત્રી તરીકે સંભાળ્યું પદ

Live TV

X
  • શહબાઝ શરીફે રાત્રે પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી તરીકે નિમાયા છે. પાકિસ્તાનમાં શહબાજ શરીફે પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળ્યું છે. રાષ્ટ્રપતિ આરીફ અલવી અસ્વસ્થ થતાં રજા પર ઉતરી જતાં સેનેટના અધ્યક્ષ શાદિક સંજરાનીએ નવા પ્રધાનમંત્રીને શપથ અપાવ્યાં હતાં.  શપથગ્રહણ સમારોહ પ્રેસિડેન્ટ હાઉસમાં યોજવામાં આવ્યો હતો. શપથગ્રહણ સમારોહમાં સરકારના ઘટકદળોના વરિષ્ટ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ અગાઉ શહબાજને પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં પ્રધાનમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતાં. 

    શહબાજને 174 મત મળ્યાં હતાં. શપથ ગ્રહણમાં આર્મી અને ISIના ચીફ પણ હાજર રહ્યાં. પીટીઆઇએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને તેમના તમામ સાંસદોએ રાજીનામાની જાહેરાત કરી હતી. સોમવારે સંસદમાં વોટિંગ પહેલાં ઈમરાન ખાનની પાર્ટીના તમામ સાંસદો અને ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ રાજીનામું આપી દીધું છે. ઈમરાનની પાર્ટી તરફથી PM પોસ્ટના કેન્ડિડેટ શાહ મોહમદ કુરૈશીએ નામ પરત લઈ લીધું છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહબાજ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવા બદલ શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે મિયા મોહમદ શહબાજ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે પસંદ કરવા બદલ શુભેચ્છા. ભારત ક્ષેત્રને આતંકવાદથી મુક્ત, શાંત અને સ્થિર જોવા ઇચ્છે છે. જેથી આપણે વિકાસ સંબંધી પડકારો પર ધ્યાન કેન્દ્રીત કરીને આપણા લોકો માટે કલ્યાણ અને સમૃધ્ધીને સુનિશ્ચીત કરી શકીએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply