પાકિસ્તાને વીડિયો શેરિંગ એપ ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો
Live TV
-
પાકિસ્તાનના ટેલિકમ્યુનિકેશન્સ ઓથોરિટીએ (પીટીએ) શુક્રવારે ચાઈનીઝ વીડિયો શેરિંગ એપ ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો છે.
પાકિસ્તાન સરકારે કહ્યું છે કે આ પ્રતિબંધ 'અનૈતિક અને અશ્લીલ' સામગ્રીને ફિલ્ટર કરવામાં અસફળ થવાના કારણે લગાવવામાં આવ્યો છે. પીટીએના જણાવ્યા અનુસાર, 'વીડિયો શેરિંગ એપ્લિકેશન પર અનૈતિક અને અશ્લીલ સામગ્રી વિરૂદ્ધ સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી ફરિયાદો આવ્યા બાદથી તેમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.'
પીટીએનું કહેવું છે કે તે આ પ્રતિબંધની સમીક્ષા આ સ્થિતિમાં કરી શકે છે જ્યારે ટિકટોક ગેરકાયદેસર સામગ્રીને નિયંત્રિત કરવા માટે સંતોષજનક રીત અપનાવે.
