ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં રાફેલ નડાલનો સામનો નૉવાક જોકોવિચ સામે
Live TV
-
ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ્સના ખિતાબમાં આજે વિશ્વના 2 ટોચના ખેલાડીઓ, સર્બિયાના નોવાક જોકોવિચ અને સ્પેનના રાફેલ નડાલ વચ્ચે આજે મુકાબલો થશે. આજે જયારે નડાલની નજર 13મી વાર ફ્રેંચ ઓપનનો ખિતાબ જીતવા પર હશે, ત્યારે જોકોવિચ બીજી વખત આ ખિતાબ જીતવાનો પ્રયત્ન કરશે.
રાફેલ નડાલે સેમી ફાઇનલમાં આર્જેન્ટિનાના ડિએગો શ્વાર્ટઝમેનને 6-3, 6-3, અને 7-6 ના સીધા સેટમાં હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફાઇનલમાં પહોંચતાની સાથે નડાલ હવે ફેડરરના રેકોર્ડ 20 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલની બરાબરી નજીક પહોંચી ગયા છે.
બીજી તરફ, વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી નોવાક જોકોવિચે બીજી સેમિ-ફાઇનલ મેચમાં ગ્રીસના પાંચમા ક્રમાંકિત ખેલાડી સ્ટેફાનોસ સિતસિપાસને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પાંચ સેટ ચાલેલી આ મેચમાં જોકોવિચને જીતવા માટે ભારે જહેમત કરવી પડી હતી. આ વર્ષે જોકોવિચે અત્યાર સુધીમાં રમેલી તમામ 37 મેચ જીતી છે. યુએસ ઓપનમાં આકસ્મિક રીતે બોલ રેફરીને વાગતા જોકોવિચને ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવ્યા હતા જે મેચ તેણે ગુમાવવી પડી હતી.
બંને ખેલાડીઓએ અત્યાર સુધી એકબીજા સામે આઠ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ્સ રમી છે, જેમાં બંને ખેલાડીઓ ચાર-ચાર મેચ જીત્યા છે.
