પાકિસ્તાન: પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડને સુપ્રિમ કોર્ટે ગેરકાયદેસર ગણાવી
Live TV
-
પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ ઉપર સુપ્રિમ કોર્ટે સખ્ત વાંધો લીધો હતો. સુપ્રિમ કોર્ટે ઈમરાન ખાનની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે. આવતીકાલે ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર કરવા આદેશ કર્યો છે. તો, વર્તમાન સ્થિતિ ધ્યાનમાં રાખી પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે આપાતકાલીન બેઠક બોલાવી હતી અને આવતીકાલે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની પણ બેઠક કરશે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફે ઇમરાનખાનના સમર્થકો દ્વારા થઇ રહેલા હિંસક દેખાવોની આલોચના કરતાં જણાવ્યું હતું કે, હિંસક દેખાવો સામે કડક હાથે કામ લેવામાં આવશે. દેશભરમાં સરકારી પ્રતિષ્ઠાનો અને સૈન્ય મથકો પર થઇ રહેલા હુમલા પછી શહબાઝ શરીફે રાષ્ટ્રને સંબપોધન કરતાં આ ચેતવણી આપી હતી. અત્યાર સુધીમાં ઇમરાન ખાનના ટેકેદારો અને સુરક્ષા દળો વચ્ચે સર્જાયેલી હિંસાત્મક અથડામણોમાં 6 લોકોના મૃત્યુ થયા છે અને અંદાજે 300 લોકો ઘાયલ થયા છે.
