ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટ તરફથી મોટી રાહત, 2 અઠવાડિયાના જામીન મંજૂર
Live TV
-
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને આજે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે ત્રણ ન્યાયાધીશોની બનેલી વિશેષ બેંચની રચના કરી છે. આ બેન્ચે ઇમરાન ખાનને 2 અઠવાડિયા માટે જમીન આપ્યા છે. ઇમરાન ખાન પર જેટલા પણ આરોપો લાગ્યા હતા તે તમામ કેસમાં તેમને જમીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
ઈમરાન ખાનની ધરપકડ બાદ હિંસક પ્રદર્શનને કારણે ઘણું નુકસાન થયું હતું, ત્યારબાદ અડધા પાકિસ્તાનમાં કલમ 144 લાગુ છે અને ઘણી જગ્યાએ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.
