FONT SIZE
RESET
28-08-2018 | 5:55 pm
ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પી.વી સિંધુએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવીને ઈતિહાસ સર્જયો છે.
ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પી.વી સિંધુએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવીને ઈતિહાસ સર્જયો છે. જોકે સિંધુ ગોલ્ડ મેડલ માટેની મેચમાં વર્લ્ડ નંબર વન તાઈવાનની તાઈ જુ યિંગ સામે હારી ગઈ હતી. આમ છતાં તે એશિયમ ગેમ્સમાં બેડમિન્ટનમાં સિલ્વર મેડલ મેળવનાર પહેલી ભારતીય ખેલાડી બની છે. સિંધુને તાઈ જુ યિંગે 13-21, 16-21 થી હરાવી હતી. સિંધુએ ફાઈનલમાં તાઈવાનની ખેલાડીને અપેક્ષા પ્રમાણે ટક્કર આપી નહોતી. જ્યારે ભારતીય મહિલા તીરંદાજી ટીમે એશિયાઈ રમતો દરમિયાન 10માં દિવસે પહેલો પદક જીત્યો. મહિલા કમ્પાઉન્ડ ટીમના ફાઈનલમાં કોરિયાએ ભારતને 231-228થી હરાવ્યુ. આ કારણે ભારતીય ટીમને રજત પદકથી સંતોષ માનવો પડ્યો છે. જેમાં મધુમિતા કુમારી મુસ્કાન કીરાર , અને જ્યોતિ સામેલ છે. તિરંદાજીમાં પુરુષ ટીમને પણ સાઉથ કોરીયા સામે હારનો સામનો કરવો પડ્યો છે. બંને ટીમોએ ચાર સેટના અંતે 229-229નો સ્કોર નોંધાવ્યો હતો. જેના પગલે પેનલ્ટી શૂટઆઉટથી ફેંસલો થયો હતો. તેમાં પણ બંને ટીમોનો 29-29 સરખો સ્કોર રહ્યો હતો. જો કે કોરિયન ખેલાડીઓના તીર નિશાનથી વધારે નજીક હોવાથી ગોલ્ડ મેડલ કોરિયાના ફાળે ગયો હતો. જાકાર્તામાં પદક સમારોહમાં સિંધુ અને સાયના નેહવાલને મેડલ આપવામાં આવ્યા હતાં. સાયનાનો એશિયન ગેમ્સમાં પહેલો મેડલ છે.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે વિયેતનામમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો
Previous Story
ગુજરાતનુ ગૌરવઃ રાજકોટની નીના વર્કલે લાંબી કૂદમાં મેળવ્યો સિલ્વર મેડલ
Next Story