વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે વિયેતનામમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો
Live TV
-
સુષ્મા સ્વરાજ આજે દેશના શીર્ષ નેતૃત્વ સાથે બેઠક કરશે.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સોમવારે વિયેતનામની રાજધાની હનોઈમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. તેમણે સમુદ્રી સીમા પર , મહત્વ આપતા જણાવ્યું હતું કે, આ વિસ્તારના વિકાસ માટે આ સીમા ઘણી મહત્વપૂર્ણ છે. વિદેશમંત્રી એ કહ્યું હતું કે, ક્ષેત્રની શાંતિ અને વિકાસ માટે ભારત સતત પ્રયત્નશીલ છે. હિન્દ મહાસાગરના આર્થિક મહત્વ પર ભાર આપતા વિદેશમંત્રીએ કહ્યું હતું કે, હિન્દ મહાસાગર ક્ષેત્રને વિશ્વનો વ્યસ્ત સમુદ્રી માર્ગ ગણવામાં આવે છે. વિયેતનામ પ્રવાસના બીજા દિવસે સુષ્મા સ્વરાજ આજે દેશના શીર્ષ નેતૃત્વ સાથે બેઠક કરશે.
