પ્રધાનમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોં સાથે ફોન પર વાત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોં સાથે ફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ટ્વિટર પર આ અંગે માહિતી આપી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે, મેં મારા મિત્ર અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાતચીત કરી તે દરમિયાન અમે બંનેએ અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સાથે જ અમે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘનિષ્ઠ સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી.તો અમે U.N.S.C. સહિત ફ્રાન્સની સાથે પોતાની વ્યૂહાત્મક ભાગીદારીને ઘણું મહત્ત્વ આપીએ છીએ.
