Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇટલીના પ્રધાનમંત્રી મારિયો દ્રાધી સાથે દ્વીપક્ષીય વાર્તા

Live TV

X
  • શિખર સંમેલન લોકો, ગ્રહ અને સમૃધ્ધિ વિષય પર કેન્દ્રીત રહેશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈટાલી અને બ્રિટનની પાંચ દિવસીય યાત્રા પર છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઇટાલીનાં રોમમાં ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ઈટાલીનાં પ્રધાનમંત્રી મારિયો દ્રાધી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈટાલીનાં પ્રધાનમંત્રી મારિયો દ્રાધી સાથે દ્વીપક્ષીય વાતચીત કરી હતી. જેમાં બન્ને નેતાઓએ દ્વીપક્ષીય ભાગીદારીની, વર્ષ 2020 થી 2025 કાર્ય યોજનાઓની સમીક્ષા કરી અને વેપારમાં રોકાણ સંબંધિત ક્ષેત્રોને વધુ વિસ્તરીત કરવા અંગે કટીબધ્ધતા દર્શાવી હતી. સાથે જ બન્ને નેતાઓએ જળવાયુ પરિવર્તન સામે લડવામાં સહયોગ વધારવાનો સંકલ્પ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈટાલીમાં ભારતીય સમુદાય તેમજ ફ્રેન્ડ્સ ઓફ ઈટાલી સહિત જુદા જુદા સમુદાય સાથે મુલાકાત કરી હતી. તેઓએ ઈટાલીમાં ઈટાલી હિન્દુ યુનિયન સનાતન ધર્મ સંધનાં પ્રતિનિધિઓ સહિત અન્ય સામુદાયીક સદસ્યો સાથે મુલાકાત કરી ઈટાલીમાં ભારતીય સંસ્કૃતિનાં પ્રસારમાં તેઓનાં યોગદાનની પ્રશંસા કરી હતી. વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈટાલીયન કાંગીગ્રેશન ફોર ક્રૃષ્ણા કંશસનેસનાં સમુદાય સાથે મુલાકાત અને સંવાદ કર્યો હતો. તેમજ ભાગવત ગીતાનાં સંદેશોના પ્રચાર સહિત અનેક સામાજિક કામગીરીમાં તેઓનાં યોગદાનની સરાહનાં કરી હતી. પ્રધાનમંત્રીએ ઈટાલીની યુનિવર્સિટીનાં ભારત વિદો તેમજ અને સંસ્કૃતનાં તજજ્ઞો સાથે મુલાકાત કરીને ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય અને યોગ તેમજ આયુર્વેદમાં તેઓની રૂચીની સરાહનાં કરી હતી. 
    સાથે જ ભારત અને ઈટાલી વચ્ચે સંબંધોને મજબૂત કરવામાં તેઓની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શીખ સમુદાય અને પ્રથમ અને બીજા વિશ્વયુધ્ધ દરમિયાન ઈટાલીમાં લડેતા ભારતીય સૈનિકોનાં સન્માનમાં સામેલ સંસ્થાનો પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી અને આ સૈનિકોનાં સાહસને નમન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોમમાં જી-20 શિખર સંમેલનમાં ભાગ લેશે. સંમેલનમાં જી-20 દેશો સહિત અન્ય આમંત્રિત દેશોનાં નેતા અને આંતરરાષ્ટ્રીય સંગઠનોનાં પ્રતિનિધિઓ જોડાશે. શિખર સંમેલન લોકો, ગ્રહ અને સમૃધ્ધિ વિષય પર કેન્દ્રીત રહેશે. જેમાં મહામારી, વૈશ્વિક સ્વાસ્થ્ય ગવર્નન્સ, આર્થિક પુન: સ્થાપન, જળવાયુ પરિવર્તન તેમજ ઉર્જા સંબંધિત ફેરફારો, સતત વિકાસ તેમજ ખાદ્ય સંબંધિત સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જી-20 માં ભારત કોવિડ સામે લડવા માટે ઔદ્યોગિકી સ્થાનાંતરણ, પુરવઠા સહિત ઉત્પાદકો સાથે વેક્સીન, સારવારની એકસરખી અને સરળ ઉપલબ્ધતાનો સમર્થક રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વેટીકન સિટીમાં પોપ ફ્રાન્સીસ સાથે મુલાકાત કરશે. વેટીકન સિટી એક અલગ સંઘ રાષ્ટ્ર છે અને પોપ ફ્રાન્સીસ તેનાં સર્વોચ્ચ નેતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈટાલીનાં પ્રધાનમંત્રી મારિયો દ્રાધીનાં આમંત્રણ પર સોળમાં જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઈટાલીનાં પ્રવાસે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply