T-20 વર્લ્ડ કપમાં આજે સાઉથ આફ્રિકા-શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો
Live TV
-
હાલમાં પોઈન્ટ ટેબલના ગ્રુપ 1 માં ઈંગ્લેન્ડ 4 પોઈન્ટ સાથે પહેલા ક્રમે અને ગ્રુપ 2માં પાકિસ્તાન 6 પોઈન્ટ સાથે પહેલા ક્રમે છે.
T-20 વર્લ્ડ કપ 2021માં આજે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સાઉથ આફ્રિકા અને શ્રીલંકાની સાથે ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો રમાશે. ઓસ્ટ્રેલિયા પાસે અનુભવી ખેલાડીઓની ટીમ છે. જ્યારે શ્રીલંકા પાસે યુવા ખેલાડીઓની ટીમ છે. શ્રીલંકાએ સુપર-12ની પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. હાલમાં પોઈન્ટ ટેબલના ગ્રુપ 1 માં ઈંગ્લેન્ડ 4 પોઈન્ટ સાથે પહેલા ક્રમે અને ગ્રુપ 2માં પાકિસ્તાન 6 પોઈન્ટ સાથે પહેલા ક્રમે છે.
