Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઈન્ડોનેશિયાનું સર્વોચ્ય નાગરિક સન્માન મળ્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મંગળવારે ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન 'બિન્તાંગ આદિપૂર્ણા ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા'થી સન્માનિત કરવામાં આવ્યા છે.

    દેશભરમાંથી તેમને અભિનંદન મળી રહ્યા છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ આને ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી છે.

    ઓમ બિરલાએ પીએમ મોદીને અભિનંદન આપતા X પર લખ્યું
    લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન આપતા X પર લખ્યું, "માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન 'બિન્તાંગ આદિપૂર્ણા ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા'થી સન્માનિત થવા બદલ હાર્દિક અભિનંદન. આ સન્માન તેમને મહામહિમ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો દ્વારા એનાયત કરવામાં આવ્યું છે."

    બિરલાએ વધુમાં કહ્યું કે, "આ પ્રતિષ્ઠિત સન્માન ભારત-ઇન્ડોનેશિયા વચ્ચેના સતત મજબૂત થતા સંબંધોનું પ્રતીક છે. આ સન્માન પ્રધાનમંત્રી મોદીના દૂરંદેશી નેતૃત્વ, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને ક્ષેત્રીય તથા વૈશ્વિક સહયોગને આગળ વધારવામાં તેમના યોગદાનની આંતરરાષ્ટ્રીય માન્યતા છે. આ બંને દેશો વચ્ચેની સ્થાયી મિત્રતા, સમાન મૂલ્યો અને પરસ્પર વિશ્વાસને પણ મજબૂત કરે છે."

    રાજનાથ સિંહે લખ્યું
    રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું, "પ્રધાનમંત્રી મોદીને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળવું એ તેમના દૂરંદેશી નેતૃત્વ, પ્રભાવશાળી કૂટનીતિ અને ભારતના રાષ્ટ્રીય હિતોને આગળ વધારવા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાની વૈશ્વિક ઓળખ છે. આ સન્માન વૈશ્વિક મંચ પર ભારતની વધતી પ્રતિષ્ઠા અને પ્રભાવને રેખાંકિત કરે છે."

    કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે લખ્યું
    કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પણ પ્રધાનમંત્રીને હાર્દિક અભિનંદન આપતા કહ્યું કે, "આ સન્માન તેમની ગતિશીલ વૈશ્વિક નેતૃત્વ ક્ષમતા અને ભારત-ઇન્ડોનેશિયા વચ્ચેની ગાઢ બનતી મિત્રતાનું પ્રમાણ છે. તેમણે કહ્યું કે આ પ્રધાનમંત્રી મોદીની 'એક્ટ ઈસ્ટ' નીતિની સફળતા અને બંને દેશોની સહિયારી સમૃદ્ધિની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે."

    રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ એનાયત કર્યું સન્માન
    પ્રધાનમંત્રી મોદીને આ સન્માન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ એનાયત કર્યું હતું, જેને ભારત અને ઇન્ડોનેશિયાના મજબૂત થતા વ્યૂહાત્મક અને મૈત્રીપૂર્ણ સંબંધોનું મહત્વપૂર્ણ પ્રતીક માનવામાં આવે છે.

    પીએમ મોદીએ આને કરોડો ભારતીયોનું સન્માન ગણાવ્યું
    બીજી તરફ, પીએમ મોદીએ આને કરોડો ભારતીયોનું સન્માન ગણાવ્યું હતું. તેમણે દ્વિપક્ષીય બેઠક બાદ કહ્યું, "આજે સવારે મને ખૂબ જ પ્રેમ અને સન્માન સાથે ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યો. આ સન્માન કરોડો ભારતીયોનું છે. તે ઇન્ડોનેશિયાના લોકોની લાગણીઓ અને આપણા બંને દેશો વચ્ચેના ઐતિહાસિક, ગાઢ સંબંધોને દર્શાવે છે. હું રાષ્ટ્રપતિ પ્રબોવો, ઇન્ડોનેશિયા સરકાર અને અહીંના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું."    

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply