Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના પ્રવાસે

Live TV

X
  • વિદેશ સચિવ વિનય મોહન કવાત્રાએ નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવતીકાલે સવારે જોહાનિસબર્ગ જવા રવાના થશે. પ્રધાનંત્રી જોહાનિસબર્ગમાં 15મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલન આવતીકાલે શરૂ થશે અને 24મી ઓગસ્ટ સુધી ચાલશે. વિનય મોહન કવાત્રાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી કાલે સાંજે બ્રિક્સ નેતાઓની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં વૈશ્વિક ઘટનાઓ વિશે ચર્ચા થાય તેવી ધારણા છે.

    તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી બુધવારે બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે. એ સંમેલનમાં બ્રિક્સ દેશો વચ્ચે પરસ્પર સહકાર, બહુપક્ષીય પ્રણાલીમાં સુધારા અને ત્રાસવાદ જેવા મુદ્દાઓ વિશે મુખ્યત્વે ચર્ચા થશે. તેમણે કહ્યું કે, 24મી તારીખે પ્રધાનમંત્રી બ્રિક્સ-આફ્રિકા સંપર્ક અને બ્રિક્સ પ્લસ વાટાઘાટોમાં ભાગ લેશે.

    વિનય મોહન કવાત્રાએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિરા, બ્રિક્સ સંગઠનના હાલના અધ્યક્ષપદે છે. 2019 પછી બ્રિક્સ સંમેલન પહેલી વાર મળી રહ્યું છે. તેમણે કહ્યું કે, 15મી બ્રિક્સ સંમેલનમાં ભારતનું વેપારી પ્રતિનિધીમંડળ પણ ભાગ લઇ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી ગ્રીસના પ્રધાનમંત્રીના આમંત્રણને માન આપીને 25મી ઓગસ્ટે ગ્રીસ જવા રવાના થશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply