Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ 23મી શાંઘાઈ સમિટની અધ્યક્ષતા કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદને પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે મોટો ખતરો ગણાવ્યો

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદને પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે મોટો ખતરો ગણાવ્યો હતો. તેમણે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના દેશોને આ સંકટ સામે એકજૂથ થઈને લડવા હાકલ કરી હતી. તેમણે SCO વર્ચ્યુઅલ માધ્યમથી સમિટને સંબોધતા કહ્યું કે, કેટલાક દેશો સરહદ પારના આતંકવાદનો ઉપયોગ તેમની નીતિ તરીકે કરી રહ્યા છે. SCO સભ્ય દેશોએ આવા દેશોની ટીકા કરતાં અચકાવું જોઈએ નહીં.  પ્રધાનમંત્રીએ કહ્યું કે,આતંકવાદ પર બેવડા ધોરણો ન હોવા જોઈએ. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનના મામલે ભારતની ચિંતાઓ અને આશાઓ મોટાભાગે SCO છે. પ્રધાનમંત્રી કહ્યું કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ પાડોશી દેશોમાં અસ્થિરતા પેદા કરવા અને આતંકવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે થવો જોઈએ નહીં.

    પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે સંઘર્ષ, તણાવ,અને રોગચાળાથી ઘેરાયેલા વિશ્વના તમામ દેશો માટે ખોરાક, ઇંધણ અને ખાતરની કટોકટી એક મોટો પડકાર છે. તેમણે કહ્યું કે છેલ્લા બે દાયકામાં એસ.સી.ઓ સમગ્ર યુરેશિયા ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે  AICTEના અધ્યક્ષ તરીકે ભારતે તેના બહુપક્ષીય સહકારને નવી ઊંચાઈ આપવા માટે સતત પ્રયાસો કર્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે,ભારત પાસે SCO સહકારના પાંચ નવા સ્તંભો બનાવવામાં આવ્યા છે. આ સ્તંભો સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન, પરંપરાગત દવા, યુવા સશક્તિકરણ, ડિજિટલ સમાવેશ અને વહેંચાયેલ બૌદ્ધ વારસો.

    પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, યંગ સાયન્ટિસ્ટ કોન્કલેવ, રાઈટર્સ કોન્કલેવ, સ્ટાર્ટઅપ ફોરમ અને યુથ કાઉન્સિલ સહિત ઘણા નવા ફોરમ SCOનો ભાગ બનશે. દેશોના યુવાનોની પ્રતિભાને નિખારવા માટે બનાવવામાં આવી છે. આ ફોરમનો હેતુ SCO યુવાનોની શક્યતાઓ શોધીને તેમને યોગ્ય તકો પૂરી પાડવી. ભારત SCO આધુનિકીકરણ અને સુધારા માટેની દરખાસ્તોને સમર્થન આપે છે. SCOમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાઉન્સિલના રાજ્યોના વડાઓની 23મી સમિટની અધ્યક્ષતા કરી રહ્યા છે. તમામ SCO સભ્ય દેશો ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનને સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઈરાન, બેલારુસ અને મંગોલિયાને નિરીક્ષક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. SCO પરંપરા મુજબ, તુર્કમેનિસ્તાનને પણ અતિથિ અધ્યક્ષ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply