Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીનું રિયો ડી જાનેરોમાં ભવ્ય સ્વાગત, 'ઓપરેશન સિંદૂર'ની ખાસ પ્રસ્તુતિ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત પરંપરાગત નૃત્ય, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને દેશભક્તિના ચિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. લોકોએ હાથમાં ત્રિરંગો લઈને વડા પ્રધાનનું સ્વાગત કર્યું.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દિવસની મુલાકાતે બ્રાઝિલ પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લેશે અને રાજ્ય મુલાકાત પણ લેશે. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પ્રધાનમંત્રી મોદીનું આગમન થતાં ભારતીય સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

    'ઓપરેશન સિંદૂર'ની ખાસ પ્રસ્તુતિ

    બ્રાઝિલમાં આયોજિત બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે શનિવારે અહીં પહોંચેલા પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત પરંપરાગત નૃત્ય, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને દેશભક્તિના ચિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. લોકોએ હાથમાં ત્રિરંગો લઈને પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. આ સ્વાગતમાં સૌથી ખાસ વાત 'ઓપરેશન સિંદૂર'ની પ્રસ્તુતિ રહી હતી. આ પ્રસ્તુતિ ભારત દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ સામે ચલાવવામાં આવી રહેલા નિર્ણાયક અભિયાન પર આધારિત હતી, જેને નૃત્ય અને ચિત્રો દ્વારા દર્શાવવામાં આવી હતી.

    'ઓપરેશન સિંદૂર' પર આધારિત ચિત્રકામ અને નૃત્ય દ્વારા NRIsએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. PM મોદીએ તેમના સ્વાગત સમારોહમાં પર્ફોર્મ કરતી ભારતીય મહિલા નર્તકોને મળ્યા હતા.

    એક નૃત્યાંગનાએ કહ્યું કે, "વડાપ્રધાન મોદી અમારા માટે મોટા ભાઈ જેવા છે. અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે, તેઓ અહીં આવ્યા. તેમણે અમારું પ્રદર્શન ખૂબ જ ધીરજથી જોયું, અમારી સાથે વાતચીત કરી અને તેની ખૂબ પ્રશંસા કરી. અમે અમારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા અને ભારત માતાનું સન્માન કરવા માટે 'ઓપરેશન સિંદૂર' થીમ પસંદ કરી હતી."

    ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દિવસની મુલાકાતે બ્રાઝિલ પહોંચ્યા છે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ 6 અને 7 જુલાઈના રોજ રિયો ડી જાનેરોમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેશે, ત્યારબાદ રાજ્ય મુલાકાત લેશે. લગભગ છ દાયકામાં ભારતીય વડાપ્રધાન દ્વારા દેશની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત હશે.

    પ્રમુખ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે

    રાજ્ય મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી બ્રાઝિલિયાની મુલાકાત લેશે, જ્યાં તેઓ પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે વેપાર, સંરક્ષણ, ઊર્જા, અવકાશ, ટેકનોલોજી, કૃષિ, આરોગ્ય અને લોકો-થી-લોકોના સંપર્કો સહિત પરસ્પર હિતના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત કરવા પર દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply