Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદી આજે UNGA ને કરશે સંબોધન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ન્યૂયોર્ક પહોંચ્યા. ન્યુયોર્કમાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA) ના 76 મા સત્રને સંબંધોન કરશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 6:30 વાગ્યે પીએમ મોદી UNGA ને સંબોધિત કરશે. 

    પીએમ મોદી બુધવારે અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે વૉંશિગટન પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઑસ્ટ્રેલિયા, જાપાનના પોતાના સમકક્ષ સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન દ્વારા આયોજિત ક્વાડ નેતાઓના પ્રથમ વ્યક્તિગત શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યુ હતું કે, તેમને દ્રઢ વિશ્વાસ છે કે ચાર લોકતંત્ર સમૂહ 'ફોર્સ ફૉર ગ્લોબલ ગુડ'ના રૂપમાં કામ કરશે અને હિન્દ-પ્રશાંતની સાથે સાથે આખી દુનિયામાં શાંતિ અને સમુદ્ધિ સુનિશ્ચિત કરશે.

    ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીનો અમેરિકા પ્રવાસ 25 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન સાથે સમાપ્ત થશે. જેમાં કોરોના મહામારી, આતંકવાદ, જળવાયુ પરિવર્તન અને અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ સહિત વૈશ્વિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply