પ્રધાનમંત્રી મોદી કરશે બ્રિક્સ સંગઠનની 13 મી સમિટની અધ્યક્ષતાઃ 9 સપ્ટેમ્બરે યોજાશે વર્ચ્યુલ સમિટ
Live TV
-
2021 માં ભારતની ચાલુ બ્રિક્સ અધ્યક્ષતાના ભાગરૂપે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ફોર્મેટમાં 9 સપ્ટેમ્બર 2021 ના રોજ યોજાનાર 13 મી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે.
આ બેઠકમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા ઉપસ્થિત રહેશે. આ સાથે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, નવી વિકાસ બેંકના પ્રમુખ માર્કોસ ટ્રોયજો, બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલના પ્રો ટેમ્પર ચેરમેન ઓંકાર કંવર અને બ્રિક્સ વિમેન્સ બિઝનેસ એલાયન્સના પ્રો ટેમ્પર ચેરમેન સંગીતા રેડ્ડી સહિતના અધિકારીઓ આ વર્ષે વિવિધ પ્રોગ્રામ હેઠળ મળેલા પરિણામોના રિપોર્ટ રજૂ કરશે.
સમિટની થીમ 'બ્રિક્સ@15: સાતત્ય, એકત્રીકરણ અને સર્વસંમતિ માટે ઇન્ટ્રા-બ્રિક્સ સહયોગ' છે. ભારતે બ્રિક્સની અધ્યક્ષતા માટે ચાર અગ્રતા વિસ્તારોની રૂપરેખા આપી હતી.
આતંકવાદ વિરોધી, SDGs હાંસલ કરવા માટે ડિજિટલ અને ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ અને લોકો વચ્ચે લોકોના આદાનપ્રદાનને વધારવા માટે આ બહુપક્ષીય સમિટમાં ચર્ચા થશે. આ ક્ષેત્રો ઉપરાંત, નેતાઓ COVID-19 મહામારીની અસર અને અન્ય વર્તમાન વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ મંતવ્યોની આપલે કરશે.
આ વર્ષે બ્રિક્સ સંગઠન પોતાની પંદરમી વર્ષગાંઠ ઉજવશે. આ બીજી વખત છે જ્યારે વડાપ્રધાન મોદી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે. અગાઉ તેમણે 2016 માં ગોવા સમિટની અધ્યક્ષતા કરી હતી.
