Skip to main content
Settings Settings for Dark

સંયુક્ત રાષ્ટ્રમાં માનવીય વિષયોનાં મહાસચિવે તાલીબાનના નેતા મુલ્લા બુરાદર સાથે કરી વાતચીત

Live TV

X
  • સંયુક્ત રાષ્ટ્રમાં માનવીય વિષયોનાં મહાસચિવ માર્ટીન ગ્રીફીથ્સે તાલીબાનના નેતા મુલ્લા બુરાદર સાથે વાત કરી છે. કાબુલનાં વિદેશ મંત્રાલયમાં થયેલી આ મુલાકાત દરમિયાન માર્ટીન ગ્રીફીથ્સે કહ્યુ હતું કે, સંયુક્ત રાષ્ટ્ર અફધાનિસ્તાન સાથે પોતાનુ સમર્થન અને સહયોગ ચાલુ રાખશે. માર્ટીન ગ્રીફીથ્સે મુલ્લા બુરાદર સાથેની મુલાકાત બાદ ટ્વીટ કરીને કહ્યુ હતું કે, મેં અફધાનિસ્તાનમાં લાખો જરૂરિયાતમંદ લોકોને નિષ્પક્ષ માનવિય સહાયતા અને સુરક્ષા આપવા માટે સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબધ્ધતાની ખરાઈ કરવા માટે તાલીબાનના નેતૃત્વ સાથે મુલાકાત કરી છે. તાલીબાને કહ્યુ છે કે પંજશીર અફધાનિસ્તાનનો જ એક ભાગ છે અને તે નવી સરકારનાં આધિન જ આવશે. 
    તાલીબાન નેતા અહેમદ વસીકે કહ્યુ કે, તાલીબાનને વિશ્વાસ છે કે, એ પંજશીરમાં લડાઈ જીતશે. વસીકે કહ્યુ કે, પંજશીર એકમાત્ર વિસ્તાર છે જ્યા તાલીબાનને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પંજશીર ઘાટીમાં તાલીબાન દળોનો વિરોધ કરનારા અફધાન વિપક્ષી સમૂહના નેતાએ કહ્યુ હતું કે, લડાઈને પૂર્ણ કરવા માટે વાતચીતને સમજૂત માટે ધાર્મિક વિદ્વાનોનાં પ્રસ્તાવોને આવકારે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply