વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે ડેન્માર્કના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત
Live TV
-
દેશના વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે ગઈકાલે ડેન્માર્કના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અંગે વ્યૂહાત્મક ભાગીદારી પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારત- પ્રશાંત સહિત અફઘાનિસ્તાન મુદ્દે પણ બંને વચ્ચે વાતચીત થઇ હતી.
વધુમાં વિદેશમંત્રી ડૉ.એસ જયશંકરે ડેન્માર્કના વિદેશમંત્રી જેપ્પેકો ફોડ સાથે ભારત - ડેન્માર્કના સંયુક્ત આયોગની ચોથી બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી. બેઠકમાં બંને દેશોના વિદેશમંત્રીઓએ વિભિન્ન ક્ષેત્રોમાં સંયુક્ત કાર્ય સમૂહોના વિકાસની સમીક્ષા કરી હતી. બેઠકમાં આરોગ્ય ક્ષેત્રે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિદેશમંત્રીએ કહ્યું કે, બેઠકમાં ભારત અને ડેન્માર્ક વચ્ચે મહત્વપૂર્ણ ગણાતી હરિયાળી ભાગીદારી ક્ષેત્રે ઘણી પ્રગતિ થઇ છે. તો આ સાથે જ વિદેશમંત્રીએ કોપેનહેગનમાં મહારાણી માર્ગારેટ બીજા સાથે પણ મુલાકાત કરી હતી. વિદેશમંત્રીએ વિદેશમંત્રી અને વેસ્ટાસના સીઇઓ સાથે વહાણમાં યાત્રા કરી હતી. તેમની આ યાત્રાને જળ અને વાયુ ક્ષેત્રે ભાગીદારી થવાના સંકેતો માનવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિદેશમંત્રીએ સ્લોવેનિયા, ક્રોએશિયા બાદ ડેન્માર્કની મુલાકાત લીધી હતી.
