Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં ત્રાટકેલા 'ઇડા' નામના વાવાઝોડાના કારણે ચોમેર તારાજી

Live TV

X
  • અમેરિકા હાલ ભયંકર વાવાઝોડુ પૂર અને ભીષણ આગ સામે ઝઝૂમી રહ્યું છે. અહીં ત્રાટકેલા 'ઇડા' નામના વાવાઝોડાના કારણે ચોમેર તારાજી સર્જાઇ છે. ન્યૂયોર્ક અને ન્યૂજર્સી જેવા શહેર પૂરના કારણે સૌથી વધુ પ્રભાવિત થયા છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે ન્યૂયોર્કમાં આટલા વર્ષોમાં પહેલી વખત કટોકટી જાહેર કરી દેવાઇ છે. આ વિસ્તારમાં પૂરના કારણે અનેક વાહનો ડુબી ગયા છે તો ઘણાં મકાનો અને શોપિંગ મોલ્સમાં પાણી ભરાયા છે.

    ન્યૂયોર્કના સબ-વે  , અને એરપોર્ટની ઇમારતમાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ન્યૂયોર્ક શહેરના એક બેઝમેન્ટમાં પાણીની અંદર ફસાયેલા 8 લોકોનું મૃત્યુ થયું છે. આ તમામ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને જળ વાયુ પરિવર્તનનો સામનો કરવા માટે વ્યાપક જનસંકલ્પ લેવા આહ્વાન કર્યું. પોતાના સંબોધનમાં બાઇડને વધુમાં કહ્યું, કે ઇડા વાવાઝોડું અને પશ્ચિમ વિસ્તારના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ જળવાયુ સંકટનું પરિણામ છે જેનો સામનો કરવા આપણે ન માત્ર તૈયાર રહેવું પડે પણ યોગ્ય દિશામાં પગલા પણ ઉઠાવવા પડશે. મહત્વનું છે કે પૂરના કારણે અમેરિકામાં મૃત્યુઆંક વધીને 44 થયો છે, જ્યારે કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગ છેલ્લા 2 મહિનાથી બેકાબૂ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply