અમેરિકામાં ઉત્તર પૂર્વમાં ઇડા વાવાઝોડાનો કહેર, મોટાપાયે થયું નુકસાન
Live TV
-
અમેરિકામાં ઉત્તર પૂર્વનાં ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં ઇડા વાવાઝોડું આવતાં 44 લોકો માર્યા ગયા છે, અને મોટાપાયે નુકસાન થયું છે. વિનાશક વાવાઝોડાના કારણે મૂશળધાર વરસાદ અને પૂર આવ્યાં છે અને રહેણાંક વિસ્તારમાં ઘણું નુકસાન થયું છે. હજારો કાર ડૂબી ગઈ છે, સબવે લાઇનમાં પાણી ભરાયાં છે. વર્જિનિયાથી ન્યૂ ઇંગ્લેન્ડની વિમાનસેવા સ્થગિત કરવી પડી છે. સત્તાવાળાઓએ જણાવ્યું છે કે, મૃત્યુનો ચોક્કસ આંકડો શૂન્ય નક્કી કરવો મુશ્કેલ છે. મોટા ભાગના અસરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ પાણીમાં ભરાયેલા છે, અને અધિકારીઓ પરિસ્થિતિનો ચોક્કસ ક્યાસ કાઢી શક્ય નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, આબોહવા સંકટનો સામનો કરવા માટે ઐતિહાસિક રોકાણની જરૂર પડશે. તેમણે જણાવ્યું કે, સમગ્ર દેશ આબોહવા સંબંધિત વિનાશનો સામનો કરી રહ્યો છે. ન્યુયોર્ક અને ન્યૂ જર્સીના ગવર્નરોએ પૂરની સ્થિતિને પગલે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. ન્યુ યોર્કમાં હવામાન કચેરીએ કટોકટી જાહેર કરી છે, અને આ પૂર માનવ જીવન માટે ગંભીર ખતરો ગણાવ્યો છે. પૂરના કારણે વિનાશક નુકસાન થયું છે. ન્યુ જર્સીના ગવર્નર ફિલ મર્ફીએ રેકોર્ડબ્રેક વરસાદ અને પૂરને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.
