મુલ્લા અબ્દુલગની બારાદર અફઘાનિસ્તાનમાં નવી સરકારનું નેતૃત્વ કરે તેવી શક્યતા
Live TV
-
તાલિબાનના રાજકીય કાર્યાલયના વડા મુલ્લા અબ્દુલગની બારાદર અફઘાનિસ્તાનમાં નવી સરકારનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે. ઇસ્લામવાદી જૂથના ઓછામાં ઓછા ત્રણ સૂત્રોએ રૂઈટર સમાચાર સંસ્થાને આ વાતનો ખુલાસો કર્યો. સૂત્રોએ ઉમેર્યું હતું કે તાલિબાનના સ્વર્ગીય સ્થાપક મુલ્લા ઉમરના પુત્ર મુલ્લા મોહમ્મદ યાકુબ અને શેર મોહમ્મદ અબ્બાસ સરકારમાં વરિષ્ઠ હોદ્દા સંભાળશે.
એજન્સીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, તાલિબાને દેશ પર કબજો મેળવ્યાના બે સપ્તાહથી વધુ સમય પછી, આ જૂથ આજે સવારની નમાઝ બાદ પોતાનું મંત્રીમંડળ રજૂ કરે તેવી અપેક્ષા હતી. દરમિયાન, તાલિબાન દળો અને સ્થાનિક નેતા અહમદ મસૂદના વફાદાર લડવૈયાઓ વચ્ચે પંજીશર ખીણમાં લડાઈ ચાલુ છે. દરેક પક્ષે કહ્યું કે, તેને ભારે જાનહાની થઈ છે. પંજશીર એ તાલિબાન શાસનનો પ્રતિકાર કરનાર છેલ્લો અફઘાન પ્રાંત છે.
