Skip to main content
Settings Settings for Dark

આજે તાલિબાન પોતાની નવી સરકારની જાહેરાત કરી શકે છે

Live TV

X
  • કોણ રાષ્ટ્રપતિ બનશે તે અંગે હજુ સત્તાવાર માહિતી નથી મળી, પણ મુલ્લા અબ્દુલ ગની બરાદરનું નામ રાષ્ટ્રપતિની રેસમાં આગળ છે

    અફઘાનિસ્તાન પર કબ્જો કર્યાના 15થી વધુ દિવસ બાદ આજે તાલિબાન પોતાની નવી સરકારની જાહેરાત કરી શકે છે.સમાચાર એજંસી AFP મુજબ આજે જુમ્માની નમાજ બાદ ગમે તે સમયે તાલિબાનની નવી સરકારની જાહેરાત થઇ શકે છે, જોકે, કોણ રાષ્ટ્રપતિ બનશે તે અંગે હજુ સત્તાવાર માહિતી નથી મળી, પણ મુલ્લા અબ્દુલ ગની બરાદરનું નામ રાષ્ટ્રપતિની રેસમાં આગળ છે.ગઇકાલે તાલિબાને પોતાના સુપ્રીમ લીડર તરીકે મુલ્લા હિબતુલ્લા અખુંદજાદાના નામની જાહેરાત કરી હતી. તો, આ તરફ બીબીસીના એક રિપોર્ટમાં એવું કહેવાયું છે કે, તાલિબાને ભલે અફઘાન પર કબ્જો કર્યો હોય પણ ત્યાં સરકાર ચલાવવી અને અન્ય દેશોની માન્યતા પ્રાપ્ત કરવી તાલિબાન માટે એટલી સરળ નહીં હોય. જોકે, બે મુસ્લિમ રાષ્ટ્ર તાલિબાન માટે લાઇફલાઇન બની શકે છે અને આ બંને દેશનું નામ છે તુર્કી  અને કતર. બંને દેશ આડકતરી રીતે તાલિબાન સાથે નજીકના સંબંધનો ફાયદો ઉઠાવી રહ્યાં છે, તેઓ અફઘાનિસ્તાનમાં અવસર શોધી રહ્યાં છે.

    રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, તાલિબાની સંગઠનમાં અંદરો-અંદર જ વિવાદ શરૂ થયો છે, એટલા માટે જ નવી સરકારના ગઠન આડે વિલંબ થઇ રહ્યો છે..હાલ તાલિબાન સામે બે પ્રકારના પડકારો છે, પહેલો પડકાર એ કે, તાલિબાનની સરકારમાં રાજકીય જુથને વધુ તાકાત આપવી  કે, પછી મિલિટ્રી જુથને.? જ્યારે બીજો પડકાર વહીવટી તંત્ર ચલાવાનો છે કારણ કે, તાલિબાને અફઘાનિસ્તાન પર 1996થી 2001 સુધી રાજ કર્યું હતું...90ના દાયકા કરતા વર્તમાન પરિસ્થિતિ ઘણી અલગ છે એટલા માટે તાલિબાન પાસે એવા કોઇ મોટા ચહેરાઓ નથી જેમની પાસે વહીવટી શાસનનો અનુભવ હોય.આ ઉપરાંત તાલિબાન સામે મોંઘવારી, ભૂખમરી અને જનતાની નારાજગી જેવા અનેક મોટા પડાકારો પણ છે. એક તરફ, કાબુલમાં નવી સરકાર બનાવવાની તૈયારી ચાલી રહી છે તો, બીજી તરફ પંજશીર કબ્જે કરવા તાલિબાન અને નોર્થન એલાયંસ વચ્ચે જંગ  ચાલી રહી છે. જોકે, તાલિબાન હજુ સુધી પંજશીર પર કબ્જો કરવામાં સફળ નથી થયું, પણ તાલિબાનનો દાવો છે કે, તેણે પંજશીરની ઘાટીને ચારે બાજુથી ઘેરી લીધી છે અને પંજશીર પર કબ્જો કરવામાં તેઓ જરૂર સફળ થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply