ભારત અને કઝાકિસ્તાનની સંયુક્ત લશ્કરી કવાયત કાઝિન્દ-21નો પ્રારંભ થયો
Live TV
-
ભારત અને કઝાકિસ્તાનની સંયુક્ત લશ્કરી કવાયત કાઝિન્દ-21નો ગઈકાલે કઝાખસ્તાનના ટ્રેનિંગ ગ્રાઉન્ડ આયેશા બીબી ખાતે પ્રારંભ થયો
ભારત અને કઝાકિસ્તાનની સંયુક્ત લશ્કરી કવાયત કાઝિન્દ-21નો ગઈકાલે કઝાખસ્તાનના ટ્રેનિંગ ગ્રાઉન્ડ આયેશા બીબી ખાતે પ્રારંભ થયો છે. બંને સેનાઓની આ પાંચમી વાર્ષિક દ્વિપક્ષીય સંયુક્ત કવાયત છે, જે 10 સપ્ટેમ્બર સુધી ચાલશે.આ કવાયતમાં કઝાકિસ્તાનના એકસો વીસ સૈનિકો અને ભારતીય સેનાના નેવું સૈનિકોભાગ લઈ રહ્યા છે.બંને સૈન્યો આતંકવાદ વિરોધી કામગીરી ક્ષેત્રમાં પોતાની કુશળતા અને નિપુણતાનું આદાન પ્રદાન કરશે. 48 કલાકની સંયુક્ત કવાયત 8 અને 9 સપ્ટેમ્બરે યોજાશે. જેમાં સૈનિકો વાસ્તવિક લશ્કરી કામગીરીના પડકારોનો સામનો કરશે.આ કવાયત બંને દેશો વચ્ચે સતત વધતા લશ્કરી અને રાજદ્વારી સંબંધોને પ્રોત્સાહન આપશે.આ સંયુક્ત કવાયત બંને દેશોના સાથે મળીને આતંકવાદ સામે લડવાના મજબૂત સંકલ્પ ને પ્રતિબિંબિત કરે છે.
