ફિલિપાઇન્સમાં ટાયફૂન રાય વાવાઝોડાથી મૃત્યુઆંક 49 પર પહોંચ્યો
Live TV
-
ફિલિપાઇન્સમાં શક્તિશાળી તોફાનની આશંકાને ધ્યાનમાં રાખીને હજારો લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યાં છે. ફિલિપાઈન્સની એજન્સીએ રવિવારે જણાવ્યું કે ટાયફૂન રાયથી ભયંકર મૃત્યુઆંક વધીને 49 થઈ ગયો છે પરંતુ સત્તાવાર મૃત્યુઆંક હજુ પણ 31 છે. બચાવ ટીમો ક્ષતિગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરી રહી છે.
રાષ્ટ્રીય આપદા એજન્સી દ્વારા મળેલ માહિતી અનુસાર ઓપરેશન યુનિટને તેના પ્રાંતીય એકમ તરફથી સત્તાવાર અહેવાલ પ્રાપ્ત થવાનો બાકી છે. આ વર્ષે ફિલિપાઈન દ્વીપસમૂહ પર ત્રાટકનાર ઉષ્ણકટિબંધીય વાવાઝોડાઓમાં સૌથી ભયંકર વાવાઝોડું છે. વાવાઝોડાને કારણે અનેક મકાનોની છત ઉડી ગઈ છે અને અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા પડી ગયા છે. જેના કારણે વીજળી ડૂલ થઈ ગઈ છે અને અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક ખોરવાયો છે.
પ્રાંતીય મુખ્ય માહિતી અધિકારી જેફરી ક્રિસોસ્ટોમોના જણાવ્યા અનુસાર દક્ષિણમાં દિનાગત ટાપુઓમાં, જ્યાં ભારે પવને લગભગ 90% થી 95% ઘરોને નુકસાન પહોંચાડ્યું હતું. તેમાં 10 લોકો મૃત્યુ પામ્યા થયા છે. તે અસ્પષ્ટ હતું કે શું આ મૃત્યુ આપત્તિ એજન્સીના સત્તાવાર આંકડામાં સામેલ હતા.
આપદા એજન્સીએ રવિવારના સવારના અપડેટમાં જણાવ્યા અનુસાર ટાયફૂન રાય વાવાઝોડુ દક્ષિણ ચીન સમુદ્ર તરફ આગળ વધ્યુ છે.વાવાઝોડાના કારણે 400,000 થી વધુ લોકો અસ્થાયી આશ્રયસ્થાનોમાં રહ્યા છે.
ફિલિપાઈન્સમાં દર વર્ષે લગભગ 20 ઉષ્ણકટિબંધીય તોફાનો આવે છે, જે સામાન્ય રીતે પૂર અને ભૂસ્ખલનનું કારણ બને છે. દેશના મધ્ય અને દક્ષિણ ભાગમાંથી લોકોની સુરક્ષા અને તકેદારીના ભાગરુપે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
