Skip to main content
Settings Settings for Dark

ફિલિપાઇન્સમાં ટાયફૂન રાય વાવાઝોડાથી 31 લોકોના મોત

Live TV

X
  • ફિલિપાઇન્સમાં શક્તિશાળી તોફાનની આશંકાને ધ્યાનમાં રાખીને હજારો લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યાં છે. ફિલિપાઈન્સની એજન્સીએ શનિવારે જણાવ્યું હતું કે ટાયફૂન રાયથી ભયંકર મૃત્યુઆંક વધીને 31 થઈ ગયો છે, જે આગલા દિવસની સંખ્યા કરતાં લગભગ ત્રણ ગણો વધુ છે કારણકે બચાવ ટીમો ક્ષતિગ્રસ્ત વિસ્તારોમાં પહોંચે છે અને સંચાર લાઈનો પુનઃસ્થાપિત કરવામાં આવી છે. આપત્તિ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચાર લોકો માર્યા ગયાની પુષ્ટિ કરવામાં આવી હતી જ્યારે 27 લોકો ટાયફૂનના પરિણામે મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે. આ વર્ષે ફિલિપાઈન દ્વીપસમૂહ પર ત્રાટકનાર ઉષ્ણકટિબંધીય વાવાઝોડાઓમાં સૌથી ભયંકર વાવાઝોડું છે.

    દેશના મધ્ય અને દક્ષિણ ભાગમાંથી લોકોની સુરક્ષા અને તકેદારીના ભાગરુપે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે તોફાન સ્પીડથી મધ્ય-પૂર્વીય ખંડમાં દીનાગટના દ્વીપ પ્રાંત તરફ આગળ વધી રહ્યું છે.ફિલીપીન હવામાન વિભાગના કાર્યાલયે કહ્યું છે કે, તોફાનની ઝડપ 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વધી રહ્યું છે.હવામાન વિભાગે આગલા 12 કલાકમાં દેશના અમુક ભાગમાં વાવાઝોડાની ચેતવણી આપી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply