Skip to main content
Settings Settings for Dark

ભૂટાનની પ્રધાનમંત્રી મોદીને ભૂતાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'નગાડાગ પેલ ગી ખોર્લો' આપવાની જાહેરાત

Live TV

X
  • ભૂટાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભૂતાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર "નગાડાગ પેલ ગી ખોર્લો" આપવામાં આવશે.પ્રધાનમંત્રી મોદીને આ સન્માન આપવાની જાહેરાત કરતા ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગે એક ટ્વીટ કરીને કહ્યું કે, ભૂટાનના સર્વોચ્ચ સન્માન માટે પીએમ મોદીના નામની જાહેરાત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છું.  PMO ભૂટાને પીએમ મોદીના ભૂટાન પ્રવાસની એક તસવીર પણ શૅર કરી છે. સાથે જ ભૂટાનના પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, "દેશના સૌથી મોટા નાગરિક સન્માનથી પીએમ મોદીને સન્માનિત કરવાના નિર્ણયથી અમે ખૂબ જ ખુશ છીએ. 

    કોરોના મહામારી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનને જે સહયોગ અને સમર્થન આપ્યું છે, તે અજોડ છે. તેઓ આ સન્માનના હકદાર છે. અત્યાર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાઉદી અરબ, અફઘાનિસ્તાન, ફિલિસ્તાન, સંયુક્ત અરબ અમીરાત, રશિયા અને માલદીવ તરફથી સર્વોચ્ચ નાગરિક સન્માન મળી ચુક્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply