ફિલિપાઈન્સે ભારત સાથેના અપડેટેડ એર સર્વિસીસ એગ્રીમેન્ટને આપી મંજૂરી
Live TV
-
વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર દ્વિપક્ષીય સહકાર પર પાંચમું ભારત-ફિલિપાઈન્સ સંયુક્ત આયોગ (JCBC) હાલમાં નવી દિલ્હીમાં ચાલી રહ્યું છે. ઈવેન્ટ દરમિયાન, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ફિલિપિનો વિદેશ બાબતોના સચિવ એનરિક મનાલોનું સ્વાગત કર્યું હતું અને બિઝનેસ, સંરક્ષણ સહયોગ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સ્થિર કરવાની જરૂરિયાત અને સર્વસમાવેશક બહુપક્ષીયવાદને પ્રોત્સાહન સહિતના વિવિધ વિષયો પર તેમના મંતવ્યોની પ્રશંસા કરી હતી. તથા વિદેશ મંત્રી બે લોકતાંત્રિક એશિયન પ્રજાસત્તાકો વચ્ચે આર્થિક પૂરકતા અને પરસ્પર હિતોને પ્રકાશિત કરતા સંયુક્ત કમિશનના ઉત્પાદક પરિણામોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વધુમા, ફિલિપાઈન્સના વિદેશ બાબતોના સચિવ મનાલોએ ભારપૂર્વક જણાવ્યું હતું, કે ભારત વિજ્ઞાન, ટેક્નોલોજી અને અવકાશ સહયોગમાં ફિલિપાઈન્સના અગ્રતા ભાગીદાર છે. તેમણે ઉન્નત કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં ભારતીય ડાયસ્પોરાના પ્રવાહમાં નોંધપાત્ર વધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વધુમાં, તેમણે જાહેરાત કરી છે કે ફિલિપાઈન્સે ભારત સાથેના અપડેટેડ એર સર્વિસીસ એગ્રીમેન્ટ મંજૂર કરવામાં આવ્યા છે.
