ફ્રાન્સઃ 5 દિવસના હિંસક વિરોધ બાદ સ્થિતિ સુધરી
Live TV
-
ફ્રાન્સમાં, પાંચ દિવસના હિંસક વિરોધ બાદ પરિસ્થિતિ સુધરી રહી હોવાનું જણાય છે. પોલીસ ટ્રાફિક સ્ટોપ દરમિયાન એક કિશોરને ગોળી માર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી.ફ્રાન્સના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે 150 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જે અગાઉની રાત્રે 700 થી વધુ હતી. ફ્રેન્ચ મીડિયાએ શુક્રવારે રાત્રે પોલીસ દ્વારા 1,300 થી વધુ ધરપકડની જાણ કરી હતી.
દરમિયાન, મેયરોએ લોકોને હિંસા અને લૂંટફાટનો વિરોધ કરવા માટે આજે ટાઉન હોલની બહાર રેલી કરવા હાકલ કરી છે. અશાંતિની શરૂઆતથી જ તોફાનીઓએ ફ્રાન્સના ઘણા ટાઉન હોલમાં નુકસાન પહોંચાડ્યું અને આગ લગાડવાનો પ્રયાસ કર્યો.ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આવતીકાલે હિંસાથી પ્રભાવિત 220 મ્યુનિસિપલ વિસ્તારોના મેયરોને મળશે.
