ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત
Live TV
-
ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર ઈમેન્યુઅલ બોને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફ્રાંસની આગામી મુલાકાતના સંદર્ભમાં દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ વિશે માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ આ મહિનાની 14મીએ બેસ્ટિલ ડેની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે તેમને આમંત્રણ આપવા બદલ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો હતો. હિરોશિમામાં રાષ્ટ્રપતિ મેક્રો સાથેની તેમની તાજેતરની મુલાકાત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પેરિસમાં મંત્રણા બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.
