ટ્વિટરે મેટાની થ્રેડ્સ એપ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની આપી ધમકી, ડેટા ચોરી કરવાનો લગાવ્યો આરોપ
Live TV
-
100થી વધુ દેશમાં આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.
મેટા (ફેસબુક)ના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે બુધવારના રોજ ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ લોન્ચ કર્યું છે. 100થી વધુ દેશમાં આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અને 10 મિલિયનથી વધુ યુઝર્સ નોંધાઈ ચૂક્યા છે. ટ્વિટરે મેટા પર ‘કોપીકેટ’ એપ્લિકેશન બનાવવાનો આરોપ મુક્યો છે. ટ્વિટરે જણાવ્યા અનુસાર મેટાએ ટ્વિટરના અગાઉના કર્મીઓને નોકરી પર રાખીને ટ્રેડ સિક્રેટનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે.
ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ એક નવું માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ છે, જે ઇન્સ્ટાગ્રામ ટીમ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરીને થ્રેડ્સમાં લોગિન કરી શકાશે. 500 શબ્દો સુધીની પોસ્ટ અને 5 મિનિટના વિડીયો શેર કરી શકાય છે. 18 વર્ષથી નાની ઉંમરના યૂઝર્સને ડિફોલ્ટ પ્રાઇવેટ ખાનગી પ્રોફાઇલ આપવામાં આવશે.
ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ vs ટ્વિટર
ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સમાં પોસ્ટ કરવા માટે 500 શબ્દ સુધીની મર્યાદા અને ટ્વિટરમાં પોસ્ટ કરવા માટે 280 શબ્દની મર્યાદા આપવામાં આવી છે. ટ્વિટરના બ્લૂટીક ધારકોને મહત્તમ 10,000 શબ્દોનો લાભ મળે છે, તથા બોલ્ડ તથા ઈટાલિક ટેક્સ્ટ ફોર્મેટિંગનો સપોર્ટ પણ મળે છે. ટ્વિટરની જેમ થ્રેડ્સને પણ ક્વોટ અને રિટ્વિટ કરી શકાય છે. થ્રેડ્સ પર પોસ્ટ કર્યા પછી એડિટ કરી શકાશે નહીં. એક પોસ્ટમાં 10 જેટલા ફોટો શેર કરી શકાશે. તમે ઇન્સ્ટાગ્રામ પર જે એકાઉન્ટ્સ બ્લૉક કર્યા છે તે થ્રેડ્સ પર પણ ઑટોમૅટિક રીતે બ્લૉક થઈ જશે.
