બાંગ્લાદેશના સંસ્થાપક પર ભારત-બાંગ્લાદેશ સાથે મળીને બનાવશે ફિલ્મ
Live TV
-
બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબર રહેમાનના જીવન પર ભારત અને બાંગ્લાદેશ મળીને બનાવશે ફિલ્મ- દિલ્હીમાં સૂચના પ્રસારણ સચિવ અમિત ખરેના નેતૃત્વમાં બાંગ્લાદેશના ઉચ્ચસ્તરીય મંડળની બેઠકમાં થઈ સંમતિ
મુજીબુર રહેમાનની જન્મશતાબ્દીના ઉપલક્ષ્યમાં ભારત અને બાંગ્લાદેશ મળીને એક ફિલ્મ બનાવશે. આ ફિલ્મ બંગબંધુના જીવન પર આધારિત રહેશે. માહિતી અને પ્રસારણ સચિવ અમિત ખરે અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રીના સલાહકાર ગોહર રિઝવીની ઉપસ્થિતિમાં બંન્ને પક્ષના અધિકારીઓની એક બેઠક દિલ્હીમાં મળી ગઈ. ભારતના જાણીતા ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલ આ ફિલ્મનું નિર્માણ કરશે.
