બાંગ્લાદેશે પલાયન કરનારા અફઘાન નાગરિકોને શરણ આપવાના અમેરિકાના અનુરોધ ફગાવ્યો
Live TV
-
બાંગ્લાદેશ સરકારે અફઘાનિસ્તાનમાં ઉત્પન્ન થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાંથી પલાયન કરનારા કેટલાક અફઘાન નાગરિકોને શરણ આપવાના અમેરિકાના અનુરોધને ફગાવી દીધો છે..વિદેશ મંત્રી ડૉ.એ.કે.અબ્દુલ મોમિને ઢાકામાં જણાવ્યુ હતુ કે મ્યાનમારથી આવેલા રોહિંગ્યા શરણાર્થીઓને આશ્રમ આપીને બંગ્લાદેશ પહેલાથી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યુ છે..આ પહેલા ડૉ.મોમિને કહ્યુ હતુ કે તેમનો દેશ અફઘાનિસ્તાનમાં જનતા દ્વારા રચાયેલી કોઈ પણ સરકારનું સ્વાગત કરશે..
