Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે પોતાને અફઘાનિસ્તાનનો કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કર્યો

Live TV

X
  • એક તરફ અફઘાનિસ્તાનમાં તાલીબાનીઓના કબજા બાદ સ્થિતિ વણસી રહી છે..અફઘાનીઓમાં ભારે ફફડાટ સાથે દેશભરમાં અરાજકતા ફેલાઈ ગઈ છે..તો બીજી તરફ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહેના ટ્વીટે વિશ્વના દેશોની નજર કેન્દ્રીત કરી છે..અફઘાનિસ્તાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે પોતાને અફઘાનિસ્તાનનો કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કર્યો છે..આ જાણકારી તેમણે પોતાના ટ્વીટર પેજ પર ટ્વીટ કરીને આપી છે..તેમણે આ મામલે સ્પષ્ટતા આપતા લખ્યુ છે કે અફઘાનિસ્તાનના સંવિધાન પ્રમાણે રાષ્ટ્રપતિની અનુપસ્થિતિમાં કે પલાયન,રાજીનામુ અથવા મૃત્યુની સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ કાર્યવાહક રાષ્ટ્રપતિ બની જાય છે..હું વર્તમાનમાં પોતાના દેશની અંદર જ છું અને કાયદેસર રીતે દેખરેખ રાખનાર રાષ્ટ્રપતિ છું..હું તમામ નેતાઓને તેમના સમર્થન અને સર્વસહમિત માટે સંપર્ક કરી રહ્યો છું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply