બાંગ્લાદેશ: બોટ ડૂબી જવાથી 8 લોકોના મૃત્યુ અને 4 લોકો લાપતા
Live TV
-
આ દુર્ઘટના શનિવારે રાત્રે 8 વાગ્યે થઈ હતી.
બાંગ્લાદેશના મુંશીગંજ જિલ્લામાં પદમા નદીની સહાયક નદીમાં એક બોટ ડૂબી જવાથી આઠ લોકોના મૃત્યુ થયા છે અને ચાર લોકો લાપતા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, પિકનિક મનાવવા માટે માછલી પકડવાની બોટમાં 46 લોકો સવાર હતા. આ દુર્ઘટના શનિવારે રાત્રે 8 વાગ્યે થઈ હતી. લોહાગંજ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું છે કે, ઢાકાની આસપાસના લોકો દુર્ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવ અભિયાનમાં મદદ કરી હતી.
