બિલ ગેટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા આપી
Live TV
-
માઈક્રોસોફ્ટના માલીક બિલ ગેટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ અભિનંદન પાઠવ્યાં છે
અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ અને માઈક્રોસોફ્ટના માલીક બિલ ગેટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ અભિનંદન પાઠવ્યાં છે. ગેટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, સ્વાસ્થ્ય, પોષણ અને વિકાસ અંગે મોદીની પ્રતિબદ્ધતાના કારણે દેશના લોકોના જીવન ધોરણમાં ઉલ્લેખનીય સુધાર આવશે. તો બીજી તરફ પીએમ મોદીએ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, મને આનંદ છે કે તમે પોષણ અને સ્વાસ્થ્ય જેવા વિષયોનો ઉલ્લેખ કર્યો જે ભારત સરકાર માટે પ્રાથમિકતા વાળા ક્ષેત્રો છે. પાંચ વર્ષમાં અમારી સરકારે આ મુદ્દે ઘણું કામ કર્યું છે. આગળ પણ અમારી સરકાર કામ કરશે.
