નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ જી-20 શિખર સંમેલનમાં મળશે
Live TV
-
જી-20 સંમેલન 28 અને 29 જૂનમાં જાપાનના ઓસાકા શહેરમાં યોજાનાર છે.. જેમાં નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાને મળશે..
નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ આગામી જૂનમાં યોજાનાર જી-20 શિખર સંમેલનમાં મળી શકે છે. જી-20 સંમેલન 28 અને 29 જૂનમાં જાપાનના ઓસાકા શહેરમાં યોજાનાર છે. બંને નેતાઓએ અમેરિકા અને ભારત વચ્ચે છેલ્લા બે વર્ષમાં પ્રાપ્ત ઉપલબ્ધીઓના આધારે બનેલી વ્યુહાત્મક ભાગીદારીને મજબુત કરવા પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. ઉપરાંત વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું છે કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજય બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરી અભિનંદન પાઠવ્યાં છે
