લોકસભા પરિણામોમાં મોદી સરકારની જીતની વિશ્વના મીડિયાએ લીધી નોંધ
Live TV
-
લોકસભા ચૂંટણીમાં એનડીએની જીતની નોંધ વિશ્વભરમાં લેવાઈ રહી છે. વિશ્વભરના મીડિયામાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ થઈ રહ્યા છે.
542માંથી 300 સુધીની એકહાથે અને બહુમતીની સીટો ભાજપ પ્રાપ્ત કરી શકે છે, તેવી આશા સાથે ન્યૂયોર્ક ટાઈમ્સે વિપક્ષ કોંગ્રેસ નિષ્ફળ રહી હોવાનું કહ્યું હતું. તો સીએનએન મીડિયા પણ લખ્યું છે કે, પોતાને ચોકીદાર તરીકેની ઓળખ આપી પોતાને દેશના રક્ષક તરીકે પ્રધાનમંત્રીએ ખુદને ઓળખાવ્યા. આ એક અલગ સંદેશ હતો.
બીબીસીએ પણ નરેન્દ્ર મોદીની જીતના વખાણ કરતાં કહ્યું હતું કે, આ ઐતિહાસિક જીત છે. પરિણામો બાદ સેન્સેક્સમાં પણ ઉછાળો આવ્યો છે.
