મલાવીમાં રાષ્ટ્રપતિ તથા સાંસદ ચૂંટણી માટે મતદાન સંપન્ન
Live TV
-
આફ્રીકાના મલાવીમાં મંગળવારે મતદાન સંપન્ન થયું
આ ચૂંટણી રાષ્ટ્રપતિ પીટર માટે એક પરીક્ષણ માનવામાં આવતું હતુ, જેમા તેમની સ્પર્ધા ત્યાંના ઉપ-રાષ્ટ્રપતિ અને વિપક્ષી દળના નેતા સાથે હતી. રાષ્ટ્રપતિ મુથારિકાએ પોતાના કાર્યકાળ દરમ્યાન ઈન્ફ્રાસ્ટ્રકચર અને મોંઘવારીમાં ઘટાળો લાવવાના કામ પર ભરોસો દર્શાવ્યો છે, જ્યારે વિપક્ષે તેમની પર ભ્રષ્ટાચાર અને અયોગ્ય લોકોને મોટા પદ પર મુકવાના આરોપો મુક્યા છે. મુથારિકાએ 2014માં 36% વોટથી જીત્યા હતા. તેઓ ભ્રષ્ટાચાર ખતમ કરવાના વાયદા સાથે સત્તા પર આવ્યા હતા, પરંતુ તેઓની સરકારમાં ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદ હાવી રહ્યો.
