બુર્કિના ફાસોના પૂર્વ વિસ્તારમાં સશસ્ત્ર આતંકવાદી જૂથોના હુમલામાં 33 સૈનિકો માર્યા ગયા
Live TV
-
બુર્કિના ફાસોના પૂર્વ વિસ્તારમાં સશસ્ત્ર આતંકવાદી જૂથોના હુમલામાં ગઈકાલે 33 સૈનિકો માર્યા ગયા હતા. બુર્કિના ફાસોની સેનાએ એક નિવેદનમાં કહ્યું કે આ લડાઈમાં 40 આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. પૂર્વ આફ્રિકન દેશ વિદ્રોહનો ભોગ બન્યો છે અને સરકારી દળો છેલ્લા સાત વર્ષથી અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા આતંકવાદી જૂથો સામે લડી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સંઘર્ષમાં હજારો લોકો માર્યા ગયા છે અને 20 લાખ લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે. સંઘર્ષે બુર્કિના ફાસોને પણ વિભાજિત કર્યું છે.
