Skip to main content
Settings Settings for Dark

બેંગકોક - આદિત્ય બિરલા ગ્રુપની કંપનીના સ્વર્ણ જયંતી કાર્યક્રમમાં PM ની હાજરી

Live TV

X
  • આ પહેલાં પ્રધાનમંત્રીએ અહીં આયોજીત એક પ્રદર્શનીની પણ મુલાકાત લીધી હતી અને પ્રદર્શનનું અવલોકન પણ કર્યું હતું

    ત્રણ દિવસીય બેંગકોકના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેમણે બેંગકોકમાં આયોજીત, આદિત્ય બિરલા ગ્રુપની કંપનીના 50 વર્ષ પૂર્ણ થવા પર આયોજીત, સ્વર્ણ જયંતી કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં અતિથી વિશેષ તરીકે , પ્રધાનમંત્રી મોદીએ હાજરી આપી હતી. અને આ પ્રસંગે પ્રધાનમંત્રી એ પ્રસંગઅનુરૂપ ઉદ્દબોધન પણ કર્યું હતું. આ પહેલાં પ્રધાનમંત્રીએ અહીં આયોજીત એક પ્રદર્શનીની પણ મુલાકાત લીધી હતી અને પ્રદર્શનનું અવલોકન પણ કર્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગકોકમાં આયોજીત 16માં આસિયાન શિખર સંમેલનમાં ભાગ લઇ રહ્યા છે. આસિયાન સંમેલનમાં 10 દક્ષિણ-પૂર્વીય એશિયાઈ દેશો ઉપરાંત ભારત, ચીન, દક્ષિણકોરિયા , જાપાન, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને રસિયા જેવા પ્રમુખ દેશો ભાગ લઇ રહ્યા છે. આ સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઈલેન્ડ અને અનેક દિગ્ગજ નેતાઓ સાથે પણ દ્વિપક્ષીય વાર્તા કરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply