PM મોદીએ આસિયાન સંમેલનમાં કર્યું સંબોધન, થાઈલેન્ડના આતિથ્ય માટે માન્યો આભાર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસની થાઈલેન્ડની યાત્રા પર છે, જ્યાં તેમણે 16મા ભારત આસિયાન શિખર સંમેલનની સહઅધ્યક્ષતા કરી હતી.
થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં સ્વાસદી મોદી કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર સંબંધિત બંધારણની કલમ 370ને હટાવવાના નિર્ણયનું દુનિયાભરમાં સ્વાગત થયું છે.
પ્રધાનમંત્રીએ ભારત-આસિયાન શિખર સંમેલનના આરંભિક સત્રને સંબોધિત કરતા કહ્યું કે, ફિઝિકલ અને ડિઝિટલ કનેક્ટિવિટી માટે 1 અરબ ડૉલરની ભારતીય લાઈન ઑફ ક્રેડિટ ઉપયોગી સાબિત થશે. વધુમાં તેમણે કહ્યું કે, પૂર્વની બેઠકોમાં સામેલ મુદ્દાને લાગુ કરવાથી બંને પક્ષો વચ્ચે ઘનિષ્ઠતા આવી છે. તેમણે બેઠકમાં બંને પક્ષો વચ્ચે પ્રગતિ અંગે થયેલી સમીક્ષાનું પણ સ્વાગત કર્યું હતું.
16મા ભારત-આસિયાન શિખર સંમેલનને સંબોધિત કરતા થાઈલેન્ડના પ્રધાનમંત્રી જનરલ પ્રયુત ચાન ઓ ચાને એક્ટ ઈસ્ટ નીતિના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, આ નીતિથી અમારી ભાગીદારી મજબૂત થઈ છે. આસિયાનના સામરિક ભાગીદાર તરીકે ભારતના મહત્વનો અમે સ્વીકાર કરીએ છીએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિખર સંમેલન બાદ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદો સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી.
