બ્રાઝીલના પૂર્વ રાષ્ટ્રપતિ જૈર બોલસોનારો પર મીડિયાના દુરુપયોગ કરવાનો કેસ દાખલ
Live TV
-
વિદેશી કૂટનીતિકની સાથેની બેઠકમાં આ આરોપ લગાવવામાં આવ્યો છે.
બ્રાઝીલના પૂર્વ રાષ્ટ્રપતિ જૈર બોલસોનારો પર રાજનૈતિક શક્તિ અને મીડિયાના દુરુપયોગ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. બ્રાસિલિયામાં દેશની સૌથી મોટી ચૂંટણી કોર્ટમાં આ કેસ શરૂ થયો છે. વર્ષ 2022માં બોલસોનારોની વિદેશી કૂટનીતિકની સાથેની બેઠકમાં આ આરોપ લગાવવામાં આવ્યો છે. બ્રાઝીલની ચૂંટણી પદ્ધતિ બાબતે ખોટી માહિતી ફેલાવવા અને વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભો કરવાનો આરોપ છે. બોલસોનારો દોષિત સાબિત થશે તો સાર્વજનિક પદ માટે આઠ વર્ષ સુધી અયોગ્ય જાહેર કરવામાં આવશે.
