Skip to main content
Settings Settings for Dark

લાપતા થયેલ ટાઈટન પનડુબ્બીનો કાટમાળ મળી આવ્યો, તમામ પાંચ લોકોના મૃત્યુ

Live TV

X
  • ટાઈટન પનડુબ્બી સાથે ખરેખર શું થયું હતું તે બાબતે તપાસ કરવામાં આવશે.

    લાપતા થયેલ ટાઈટન પનડુબ્બીનો કાટમાળ મળી આવ્યો છે અને તેમાં સવાર તમામ પાંચ લોકોના મૃત્યુ થયા છે. પનડુબ્બી ઉત્તરી એટલાન્ટિકામાં લાપતા થઈ હતી. જેમાં બહારના આવરણનો હિસ્સો પણ શામેલ છે. યૂએસ કોસ્ટગાર્ડના રિઅર એડમિરલ જૉન માઉગરે આ અંગે પુષ્ટી કરી છે. અમેરિકી નૌસેનાના જણાવ્યા અનુસાર પનડુબ્બી ટાઈટનનો સપાટી સાથે સંપર્ક તૂટ્યા પછી દુર્ઘટના સર્જાઈ હતી. ટાઈટન પનડુબ્બી સાથે ખરેખર શું થયું હતું તે બાબતે અને આ દુર્ઘટનાને રોકી શકાય તેમ હતી કે નહીં તેની તપાસ કરવામાં આવશે.

    અમેરિકી તટ રક્ષકે જણાવ્યું હતું કે, ખૂબ જ મોટા વિસ્તારમાં પનડુબ્બીનો કાટમાળ મળી આવ્યો છે. આરઓવી દ્વારા આ કાટમાળ વિશે જાણકારી મેળવવામાં આવી હતી. ટાઈટન પનડુબ્બી સાથે સંપર્ક તૂટી ગયા પછી બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply